GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘુટુ ગામે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

MORBI:મોરબીના ઘુટુ ગામે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ૨૫ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ યુપીના વતની અને હાલ ઘૂટું ગામની સીમમાં સનારીયા સિરામિક કારખાનામાં રહીને મજુરી કરતા પીયાંશુ જયગોવિંદ પટેલ (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની લેબર કોલોનીના રૂમ નં ૩૨ માં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પીયાંશુને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને ફોનમાં વાતચીત કરતો હતો જે બાબતે કોઈ અણબનાવ બનતા મનોમન લાગી આવતા આપઘાત ક્રી લીધાનું ખુલ્યું છે









