ઇસરી (રેલ્લાવાડા) પોલીસ આવાસનું CM ના હસ્તે ઈ -ખાતમુહુર્ત કરાયું,15 વર્ષ પછી પણ ઇસરી પોલિસ સ્ટેશનનું નવીન મકાન નથી
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ઇસરી (રેલ્લાવાડા) પોલીસ આવાસનું CM ના હસ્તે ઈ -ખાતમુહુર્ત કરાયું,15 વર્ષ પછી પણ ઇસરી પોલીસ સ્ટેશનુ નવીન મકાન નથી
હાલ મોડાસા ખાતે ગુજરાત રાજ્યના મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યા છે જેમાં જિલ્લામાં 282.78 કરોડના કામોના સમાવેશ થયો હતો ખાસ મોડાસા નવીન બસ સ્ટેન્ડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણાધીન અરવલ્લી જિલ્લાના ઇસરી (રેલ્લાવાડા) ખાતે અંદાજિત રૂપિયા ૫.૫૨ કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા B – 16ના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
CM ધ્વારા કરવામાં આવેલ આવાસના ખાતમુહુર્ત વચ્ચે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે ઈસરી પોલીસ સ્ટેશન પહેલા આઉટપોસ્ટ તરીકે હતું અને 2011 માં ઈસરી પોલીસ સ્ટેશનનો દરજ્જો પ્રાપ્ત થયો છે. અને હાલ આ પોલીસ સ્ટેશન 40 ની મહેકમ ધરાવતું પોલીસ સ્ટેશન છે જેમાં 38 કર્મચારી તેમજ 1 PI અને PSI ની પોસ્ટ ધરાવતું ઇસરી પોલીસ સ્ટેશન છેલ્લા 15 વર્ષથી નવીન મકાન માટે ઝંખી રહ્યું છે. ગામના આગેવાનો તેમજ રાજકીય નેતાઓ સહિત અનેક લોકોએ ગાંધીનગર ખાતે જઈને નવીન પોલીસ સ્ટેશન માટેની રજૂઆત કરી છે. ઇસરી ગ્રામ પંચાયત ધ્વારા બે થી ત્રણ વાર પોલીસ સ્ટેશનના નવિન મકાન માટે જમીન પણ ફાળવવામા આવી છતાં પોલીસ સ્ટેશન બનતું નથી. ઈસરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા પણ આવી ને ગયા અને લોકદરબારમાં પોલીસ વડાને પણ નવીન પોલીસ સ્ટેશનના મકાન માટે રજૂઆત કરવામાં આવી છે. આવી અનેક વાર રજૂઆત કરવા છતાં નવીન પોલીસ સ્ટેશન બનતું નથી ત્યારે આવાસના ખાતમુહુર્ત કર્યા પછી હજુ પણ 15 વર્ષ વીતવા આવ્યા તો પણ ઇસરી પોલીસ આજે પણ નવા મકાન માટે વંચિત રહેતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે ઝડપથી ઈસરી પોલીસ સ્ટેશનનું નવું મકાન બનાવવામાં આવી તેવી માંગ સેવાઈ રહી છે