GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા ગામની સીમમાં રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો

MORBI:મોરબીના બેલા ગામની સીમમાં રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા યુવકની ઝડપી લેતા પેન્ટના નેફામાં વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૯૭૯/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપી યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૭ રહે હાલ મોરબી-૨ હાઉસિંગ બોર્ડ બ્લોક નં.૧૨૧ મૂળરહે. હળવદ તાલુકાના માથક ગામવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.







