MORBI:મોરબીમાં જુગારમાં હારી ગયેલ રૂપિયાની ચૂકવણી માટે ઉંચા વ્યાજે નાણા લીધા બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી : યુવાને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

MORBI:મોરબીમાં જુગારમાં હારી ગયેલ રૂપિયાની ચૂકવણી માટે ઉંચા વ્યાજે નાણા લીધા બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી : યુવાને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
મોરબીની ઉમિયા સોસાયટીમાં રામભક્તિ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં રહેતો યુવાન જુગારમાં 22 લાખ રૂપિયા હારી ગયો હતો ત્યારબાદ તેણે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જોકે, છેલ્લા બે મહિનાથી યુવાનની તબિયત સારી ન રહેતી હોવાથી તે વ્યાજની રકમ ચૂકવી શકતો ન હતો જેથી વ્યાજખોરો સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાન પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન તથા તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાન ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો ત્યાર બાદ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉમિયા સોસાયટીમાં રહેતા ડીમ્પલબેન અમિતભાઈ વડગામા (ઉ.વ.૩૭) વાળાએ આરોપીઓ દીપકસિંહ વાઘેલા રહે મોરબી, આકાશ કાથરાણી રહે રાજકોટ, રમેશ રામભાઈ બોરીચા અને ભગવાન કુંભારવાડિયા રહે શિવ શક્તિ સોસાયટી, રવાપર ઘુનડા રોડ મોરબી એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ આરોપી દીપકસિંહ સાથે જુગારમાં રૂ ૨૨ લાખ હારી ગયા જે રકમ ચુકવવા આરોપી આકાશ પાસેથી રૂપિયા ૧૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા જેના વ્યાજ સહિતની રકમ પેટે આરોપીએ પતિને ધાકધમકી આપી બળજબરીપૂર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા આરોપી દીપકસિંહને આપવા આરોપી રમેશ બોરીચા અને ભગવાનભાઈ કુંભારવાડિયા પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ અને અઢી લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા જેનું વ્યાજ ચુકવતા આવેલ અને છેલ્લા બે મહિનાથી તબિયત સારી ના હોવાથી વ્યાજની રકમ ચૂકવી નહિ સકતા ચારેય આરોપીઓ વાવડી ચાર રસ્તા પાસે વ્યાજ અને મૂળ રકમ મેળવવા ફરિયાદીના પતિ અને સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે






