MORBI:મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્નનો સુખદ અંત આવતા રહીશો દ્વારા કમીશ્નર અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો
MORBI:મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્નનો સુખદ અંત આવતા રહીશો દ્વારા કમીશ્નર અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો
મોરબી પંચવટી સોસાયટીમાં પાણી માટે ચેતનભાઇ ભીલા ના અનસન ઉપવાસ મોરબી પંચવટી સોસાયટી જે મોરબી પોસ વિસ્તારમાં આવેલ છે પંચવટી સોસાયટી માં રહેતા ચેતનભાઇ ભીલા છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે તેમને ધારાસભ્ય થી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલ છે પણ દસ વર્ષમાં કોઈએ ચેતનભાઇ નો અવાજ સાંભળ્યો નહીં અને છેલ્લે પાણીના ખાલી ટાંકામાં બેસી અણજળનો ત્યાગ કરેલ અને પંચવટી સોસાયટીના રહેશો ને સાથે રાખી આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા એ 100 થી વધુ માણસો શ્રી કમિશનર સાહેબ ને મળ્યા અને તાત્કાલિક નિર્ણય લઈ અને લેખિતમાં કામ થઈ જશે એવી ખાતરી આપી અને ચેતનભાઇ ને પારણા કરાવામાં આવ્યાં હતાં જેથી આમ આદમી પાર્ટી, પંચવટી સોસાયટીના રહીશો તથા સામાજિક કાર્યકર કે.ડી. બાવરવા દ્વારા મહાનગરપાલિકા કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ ડેપ્યુટી કમિશનર શ્રી કુલદીપસિંહ વાળા સાહેબ ડેપ્યુટી કમિશનર શ્રી સોની સાહેબ તથા સીટી એન્જિનિયર શ્રી આદ્રોજા સાહેબ તથા સર્વે પત્રકાર ભાઈઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે