GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્માર્ટ મિટરના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર

MORBI:મોરબી સ્માર્ટ મિટરના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર

 

 

ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વિજળીના સ્માર્ટ મિટર લગાવવામાં આવી રહ્યા છે. લોક લાગણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા માટે મોરબી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


સ્માર્ટ મીટર નો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલ નો લાભ લઈ રહેલા ગ્રાહકો ને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડરછે ખાસ કરી ને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે,

સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે, સ્માર્ટ મીટર થી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટ માં પેન્ડિંગ પણ છે, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યોછે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુંલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટુંક માં કહું સ્માર્ટ મીટર લોકો પાસે થી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે.

GUVNL ની અંડર માં આવતી વીજકંપનીઓ ના કોઈ જ ગ્રાહકે સામે થી સ્માર્ટ મીટર નો આગ્રહ રાખ્યો નથી ઉલ્ટા નો તમામ લોકોએ વિરોધ કર્યો છે તો પણ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એજ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ. અમે ગુજરાત ની જનતા વતી અપીલ કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!