MORBI:શિસ્ત ભંગ બદલ “આપ”ના મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટ ને તત્કાલિક પાર્ટી ના હોદ્દા પર થી બરતરફ કરાયા
શિસ્ત ભંગ બદલ “આપ”ના મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટ ને તત્કાલિક પાર્ટી ના હોદ્દા પર થી બરતરફ કરાયા
MORBI:આવનારી ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબીમાં આકરાં પાણીએ
આમ આદમી પાર્ટી ના શીસ્ત અને નીયમ ને તમામ હોદ્દેદારો અનુસરે છે. આમ આદમી પાર્ટી મોરબીમા મજબુતાઈ વિરોધ પક્ષ તરીકે કામ કરે છે અને જનતા નો અવાજ બને છે તે બાબત માં અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે અને ભાજપ સાથે મળીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર બનાવે છે અને પાર્ટી વિરુદ્ધ કાર્યકરો માં રોષ ભડકાવે છે. એ બાબત આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા ને જાણ થતાં મોરબી જિલ્લા ના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટ ને તત્કાલિક પાર્ટી ના હોદ્દા પર થી બરતરફ કરેલ છે અને પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેની તમામ લોકો નોંધ લેવી તેવું આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જાહેર કરાયું છે….