TANKARA:ટંકારા કેક નહી પરંતુ કઈક નેક કરી આરાધ્યાના અવતરણ દિવસની અનોખી ઉજવણી થઈ
TANKARA:ટંકારા કેક નહી પરંતુ કઈક નેક કરી આરાધ્યાના અવતરણ દિવસની અનોખી ઉજવણી થઈ
ભાગ્યા પરિવારે ગત વર્ષે પુસ્તક પરબ ને ભારોભાર કિમંતી પુસ્તક આપ્યા હતા આ વર્ષે ગીતાબેન સંચલાની પ્રેરણા થકી સરકારી શાળાને સુશોભિત કરી સુંદર સંદેશ ચિત્રો ચિતરાવયા

હરીપર ભુતકોટડાના ભાગ્યા પરિવારની લાડકવાઈ આરાધ્યાનો આજે અવતરણ દિવસ હોય માતા નવલિકાબેન આર્ય વિદ્યાલયમ્ ટંકારા પિતા નિશિધભાઈ સેહત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ( સેહત આટા)મીતાણાએ દાદા દાદી વડીલો ભાઈ ભાંડુ સાથે બર્થડે માટે કેક નહીં પરંતુ કંઈક નેક કરવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે ગામની સરકારી શાળાની દિવાલો બોલતી કરવા સુંદર સંદેશો અને સમજણ તથા સાહિત્યિક ઐતિહાસિક અને અદભુત વાતો કરતા ચિત્રો કંડારી આરાધ્યાને જન્મદિવસની ભેટ આપી હતી.

આજે ભાગિયા સહ પરિવારે ટંકારા આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયા રમણીકલાલ વડાવિયા, રસીલાબેન દુબરિયા, પંડિત સુહાસજીએ યજ્ઞ કરી આરાધ્યાને આશિર્વાદ આપ્યા હતા.






