HALVAD:હળવદ પંથકમાં સગીરાનું અપહરણ

HALVAD:હળવદ પંથકમાં સગીરાનું અપહરણ
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને અપહરણ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રજામાં ફાળસ ફેલાઈ રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ૧૭ વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, હળવદ વિસ્તારમાં રહેતા એક આધેડ વ્યક્તિએ પોતાની સગીર વયની દીકરીના અપહરણ અંગે સુરેન્દ્રનગરના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ (રહે. રતનપર, સોમનાથ ચોક, રામાપીરની ટેકરી, સુરેન્દ્રનગર) ફરિયાદીની ૧૭ વર્ષની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અથવા અન્ય કોઈ કારણોસર અપહરણ કરી નાસી છૂટ્યો છે.
સગીરાના પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી આકાશ ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૧૩૭(૨) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: વિસ્તારમાં વધતા જતા ગુનાઓને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે. પોલીસ આરોપીને ઝડપી પાડવા અને સગીરાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા









