AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સાવચેત રિક્ષાચાલક અને 181 અભયમ ટીમના સહયોગથી પશ્ચિમ બંગાળની મહિલાને મળ્યું રાત્રિ રોકાણ અને સુરક્ષા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં એક રિક્ષાચાલકે મુશ્કેલીમાં મુકાઈ રહેલી મહિલાને જોઈને તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર સંપર્ક સાધ્યો હતો. રિક્ષામાં બેઠેલી આ અજાણી મહિલા અત્યંત ગભરાયેલો વર્તાવ કરી રહી હતી અને કોઈને પણ પોતાની ઓળખ આપવા માટે તૈયાર ન હતી.

આ ઘટના બાદ 181 અભયમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું. ચર્ચા દરમિયાન સામે આવ્યું કે આ મહિલા પશ્ચિમ બંગાળની વતની છે અને અમદાવાદમાં પોતાના મિત્રના સંપર્કથી એક સ્પામાં નોકરી કરવા આવી હતી. પરંતુ, અમુક કારણોસર સ્પાના માલિકે તેમને કામ પરથી કાઢી મૂક્યા હતા.

મહિલાએ અનેકવાર પોતાના મિત્રને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. મોડી રાત્રે જ્યારે તેઓ નરોડા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમને રિક્ષાચાલક પર પણ શંકા લાગી હતી. તેમણે જણાવી્યું કે રિક્ષાચાલક કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને તેમણે એવું અનુભવ્યું કે તેમની ચર્ચાનું વિષય પોતે છે. શંકાવશ મહિલાએ રિક્ષામાંથી ઉતરવા ઇન્કાર કર્યો અને રિક્ષાચાલક સાથે ચર્ચા પણ થઈ.

સ્થિતિને ધ્યાનમાં લઈ અને પોતાની સલામતીને પ્રાથમિકતા આપીને મહિલાએ 181 અભયમની મદદ માગી. ટીમે પણ સંવેદનશીલતાથી કાર્યવાહી કરી અને મહિલાને નરોડા જવા બદલ એક સુરક્ષિત સ્થળે રાત્રિ રોકાણ આપવાની વ્યવસ્થા કરી. તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓએ પોતાને સલામત અને સુરક્ષિત મહેસુસ કર્યું.

આ ઘટના એકવાર ફરી 181 અભયમ હેલ્પલાઈનની અગત્યતાને રેખાંકિત કરે છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે અભયમ માત્ર હેલ્પલાઈન જ નહીં પરંતુ વિશ્વાસ અને સુરક્ષા એટલે બની રહી છે. રિક્ષાચાલકની સતર્કતા અને અભયમ ટીમની સમયસૂચકતાના કારણે આ ઘટના ખુશઅખેર સમાપ્ત થઈ.

Back to top button
error: Content is protected !!