MORBI:મોરબી ઘરેથી નીકળી ગયેલ મહિલા નું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ

MORBI:મોરબી ઘરેથી નીકળી ગયેલ મહિલા નું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલા નું પરિવાર સાથે કરાવ્યું મિલન
મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે
તારીખ :-૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠા છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને કોઈનું કાઈ પણ માનતા નથી મહિલા સરખું સરનામું પણ આપતા નથી અને ખુબ જ ગભરાયેલી હાલતમાં છે મહિલા રસ્તા માં આમતેમ દોડાદોડી કરે છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો
ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના માતા -ભાઈ સાથેના પરિવાર સાથે રહે છે વધુમાં મહિલા એ જણાવ્યું કે તેમને એક પુરુષ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હોય તેમજ મહિલા ને તે પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા પિતા લગ્નની ના પાડતા હોય તેથી મહિલા ઘરમાં બધા સાથે ગેરવર્તન કરતા હતા વધુ માં તેમણે જણાવેલ કે તેમના માતા અને ભાઈ મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે મહિલા ને તેનાં પ્રેમી સાથે લગ્ન કરવા હોય માટે ઘરે કોઈને પણ જાણ કર્યા વિના રાતના સમયે ઘરેથી નીકળી ગયેલ.
ત્યારબાદ ૧૮૧ ટીમ મહિલા નાં ઘરે ગયેલ અને મહિલા ના પરિવાર સભ્યો સાથે મહિલાના માતા -ભાઈ સાથે વાતચીત કરી મહિલા ના પરિવારે જણાવેલ કે અમારી દિકરી ઘરમાં કોઈ નું કાંઈ પણ માનતી નથી અને માતાએ જણાવેલ કે મજુરી કામ કરીને દિકરીની બધી જ જવાબદારી પુરી કરું છું અને વારંવાર ઘરની બહાર નીકળી જાય છે અમારી જાણબહાર રાતના સમયે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ*
ત્યારબાદ ૧૮૧ ટીમે પરિવાર અને મહિલાને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાનાં પરિવાર જનોને મહિલા સાથે મારઝુડ ન કરવાં તેમજ મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ મહિલા ના પરિવાર ને મહિલાનું ધ્યાન રાખવા જણાવેલ.
આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહિ નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ મહિલાનાં પરિવાર જનોને ટીમ નો આભાર વ્યક્ત કર્યો છે.






