GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અદાણીના લીકવીફાઇડ પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર માંથી ગેસ કટીંગ કેસના આરોપીના જામીન મુકત.

MORBI:મોરબી અદાણીના લીકવીફાઇડ પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર માંથી ગેસ કટીંગ કેસના આરોપીના જામીન મુકત.

 

 

આ કામે ની ફરિયાદ એવી છે કે આ કામે ના આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણ કરી પોતાના અંગત ફાયદા સારૂ મોરબી માળીયા હાઈવે રોડ ઉપર ગાળા ગામ ની સીમ માં આવેલ સુખસાગર હોટેલના કંપાઉન્ડ માં સહઆરોપીઓએ અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડના લીકવીફાઇડ પ્રોપેન ગેસ ભરેલ ટેન્કરના ચાલકનો સંપર્ક કરી માણસની જીંદગી જોખમમાં મુકાય, મૃત્યુ નિપજે તો ખુન ન ગણાય તેવી જાણકારી સાથેનુ ગુન્હાહિત મનુષ્યવધ કરવાની કોશિષ કરવાનું કૃત્ય કરી સદરહું ગેસ જવલનશીલ સળગી ઉઠે તેવું પ્રવાહી હોવાનુ જાણવા છતા ગે.કા. રીતે ટ્રક માંથી લીકવીફાઇડ પ્રોપેન ગેસનું કટીંગ કરી તેનુ વેંચાણ કરવાના ઇરાદે ગેસનો જથ્થો મેળવી તથા આરોપી ટેન્કર ચાલકે પોતાના કબ્જા ભોગવટાવાળુ ટેન્ક૨ માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતી બચાવની વ્યવસ્થા ન હોવાનુ જાણવા છતા પોતાના શેઠ સાથે તેની જાણબાર ગુન્હાહિત વિશ્વાસઘાત કરી ગે.કા. ગેસનો જથ્થો કાઢવા માટે લઇ જઇ લીકવીફાઇડ પ્રોપેન ગેસ કાઢવાની ગે.કા પ્રક્રિયા કરી રેઇડ દરમ્યાન ટાટા કંપનીનું ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ લીકવીફાઇડ પ્રોપેન ગેસ આશરે Qty. 15.320 મેટ્રિક ટન (MT) ના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન આરોપીઓ નાસી જઈ હાજર નહીં મળી આવી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાતા આ ફરિયાદ ના કામે તાલુકા પોલીસ દ્વારા આરોપી શેતાનકુમાર સુર્જનરામ બાંગડવા જાતે બિશ્નોઇ ની ધરપકડ કરવા માં આવેલ આરોપીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.ડી.સોલંકી મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ. આ જામીન અરજી ના કામે ફરીયાદી અને આરોપી બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપી શેતાનકુમાર સુર્જનરામ બાંગડવા જાતે બિશ્નોઇ નાઓને જામીન મુકત કરતો હુકમ કરેલ. આ કામે વકીલ તરીકે જે.ડી.સોલંકી, નિલેશ પી ચાવડા, મયુર ઊભડિયા,દિપક મકવાણા, પિન્ટુ પરમાર, આરતી અમૃતિયા, કિંજલ જીવાણી, રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!