GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હોસ્પીટલના કામે આપેલ પૈસા પાછાન આપતા આરોપીને ૧ વર્ષની કોર્ટે સજા ફટકારી અને ૬ લાખનો દંડ ૯ % વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યા

 

MORBI:મોરબી હોસ્પીટલના કામે આપેલ પૈસા પાછા ન આપતા આરોપી કલ્પેશ નાગજીભાઈ બાવરવા ને ૧ વર્ષની મોરબી કોર્ટે સજા ફટકારી અને ૬ લાખનો દંડ ૯ % વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યા.

 

 

ફરીયાદી રઘુવીરીંહની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી કલ્પેશ નાગજીભાઈ બાવરવા અને ફરીયાદી રઘુવીરસીંહ વીજયસીંહ ઝાલા મીત્ર હોય અને બંને એકબીજાને સારી રીતે ઓળખતા હોય. આરોપી કલ્પેશને હોસ્પીટલના કામે પૈસાની જરૂરીયાત પડતા રઘુવીરસીંહે રૂા.૩,૦૦,૦૦૦/– વગર વ્યાજે આરોપી કલ્પેશને આપેલ હતા. ફરીયાદી રઘુવીરસિંહેએ આરોપીને રકમ આપ્યા બાદ અવાર નવાર રકમ માંગતા આરોપી કલ્પેશે પરત આપેલ ન હોય જેથી ફરીયાદી રઘુવીરસિંહે પોલીસ ફરીયાદ કરવાનું કહેતા આરોપી કલ્પેશે તેની બેંકનો ચેક આપેલ. જે ચેક ફરીયાદી એ તેના ખાતામાં વસુલવા નાખતા ચેક ખાતામાં પૈસા ન હોવાના કારણે પરત ફરેલ. જેથી ફરીયાદી રઘુવીરસિંહે આરોપીને તા.૨૫/૦૬/૨૦૨૪ એ નોટીસ મોકલાવેલ છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી ઘ્વારા આ કામના આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલશ્રી
જે. ડી. સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ.

સદરહુ કેસ મોરબીના મહે. બીજા એડી. જયુડી. મેજી. ફ. ક. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરતા આરોપી કોર્ટમાં હાજર રહેલ અને કોર્ટ રૂબરૂ આ ગુનાનો ઈનકાર કરેલ બાદમાં નામ. કોર્ટ દવારા કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દવારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ નામ. કોર્ટ દવારા આરોપી કલ્પેશ નાગજીભાઈ બાવરવાનાઓને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ. અને ફરીયાદીને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ પુરા)ની ડબલ રકમ રૂા.૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પુરા) ૯ % વ્યાજ સાથે નો ફરીયાદીને વળતર ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ છે અને આરોપી આ વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ (નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ શ્રી જે.ડી. સોલંકી, જયેશ પટેલ (બુડાસણા) રોકાયેલા. અને સાથે મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, વિરૂભા રાઠોડ, નિલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર, હીના સાગઠીયા, વીરલ છનીયારા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!