MORBI:ઓમશાંતિ વિદ્યાલયની વિદ્યાર્થિની અદિતિ દેસાઈએ ‘ઇન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલન્ટ’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા-પરિવારનું નામ રોશન કર્યું
MORBI:ઓમશાંતિ વિદ્યાલયની વિદ્યાર્થિની અદિતિ દેસાઈએ ‘ઇન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલન્ટ’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા-પરિવારનું નામ રોશન કર્યું
MORBI, તારીખ: ૯ ઓક્ટોબર, ૨૦૨૫-ઓમશાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ-પાંચની વિદ્યાર્થિની દેસાઈ અદિતિ જીગ્નેશભાઈએ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો “ઇન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલન્ટ’માં અદ્ભુત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ શો ઝી ટીવી અને ૯એક્સએમ ચેનલ પર પ્રસારિત થતો હતો. જેમાં અદિતિએ જયપુર ખાતે આયોજિત ગ્રાન્ડ ફાઈનલમાં ભાગ લઈને તેની અસાધારણ કળા અને પ્રતિભાને પ્રદર્શિત કરી. આ સિદ્ધિથી શાળા. તેના કુટુંબ અને સમગ્ર વિદ્યાર્થી વર્ગમાં ઉત્સાહનો સમાવેશ થયો છે.
અદિતિનું આ જીત તેની સતત મહેનત. સર્જનાત્મકતા અને કળા પ્રત્યેના ઉત્સાહનું પરિણામ છે. શોના જજ તરીકે રાજ શર્મા – જેઓ ‘ડાન્સ પ્લસ’, ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલન્ટ’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે – તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા અદિતિએ તેની પ્રતિભાને નવી ઊંચાઈઓ આપી છે. અદિતિએ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઓમશાંતિ વિદ્યાલયના પ્રમુખ/ટી.ડી. પટેલસરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, અદિતિ જેવી પ્રતિભાવાન વિદ્યાર્થિની શાળાનો ભાગ બનીને આપણને અત્યંત ગર્વ અનુભવાય છે. તેની આ સિદ્ધિ શાળાના શૈક્ષણિક અને કુદરતી પ્રતિભા વિકાસના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. અદિતિ અને તેના માતા રૂપલબેન પિતા જીગ્નેશભાઈ દેસાઈ તથા તેમના પરિવારને શાળા વતી હાર્દિક અભિનંદન!”.
આ જીતથી અદિતિ ન માત્ર તેના પરિવાર અને શાળાનું ગૌરવ વધારે છે. પરંતુ યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ઓમશાંતિ વિદ્યાલય હંમેશા પોતાના વિદ્યાર્થીઓને કળા, રમતગમત અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. અને અદિતિની આ સફળતા તેનું જીવંત પુરાવો છે.