GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર

MORBi:મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર

 

 

મોરબી કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આપી સૂચના

Oplus_131072

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. ત્યારે મોરબી કલેકટર શ્રી કે.બી.ઝવેરીએ તમામ અધિકારીઓ કર્મચારીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.

કલેકટરશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમ સાઈડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!