MORBI:મોરબી મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ મોરબી નગરપાલિકા નાં જવાબદાર ટાઉન પ્લાનર ક્યાં ઉંઘે છે? મોરબી શહેરમાં થતાં બિનઅધિકૃત બાંધકામો બાબતે તેમનું ગંભીર મૌન!
MORBI:મોરબી મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ મોરબી નગરપાલિકા નાં જવાબદાર ટાઉન પ્લાનર ક્યાં ઉંઘે છે? મોરબી શહેરમાં થતાં બિનઅધિકૃત બાંધકામો બાબતે તેમનું ગંભીર મૌન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ માંથી તંત્ર સહિત કોઈએ બોધપાઠ લીધો જ નથી તેવી હકીકત રાજકોટ નાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી સામે આવી છે. અને હાલ પણ રાજકોટના આ ગેમઝોન નાં અગ્નિકાંડ પછી પણ મોરબી નું વહીવટી તંત્ર ગંભીરતા લેતું નથી તેવી હકીકત સામે આવી છે. જ્યાં ફાયર સેફ્ટી ન હોય, બીયુ પરમિશન ન હોય તેવા બાંધકામોની ભુગર્ભ ગટર લાઇન, પાણી નાં કનેક્શન કાપી નાખવામાં આવે તેવી સુચના મોરબી જિલ્લા કલેકટર શ્રી ઝવેરી એ યોજાયેલી સમીક્ષા બેઠકમાં હાજર રહેલા જવાબદાર અધિકારીઓ નેં આપી છે પણ શેઠ ની શિખામણ ઝાંપા સુધી એ કહેવત મુજબ એક પણ અધીકારીએ આવા બિનઅધિકૃત બાંધકામો નું સર્વે કર્યું હોય તેવું જણાતું નથી કેમકે એક થયેલી અરજી માં જિલ્લા પંચાયત નાં નાયબ ડીડીઓ અને નગરપાલિકા મોરબી નેં તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવ્યું છે પણ એક પણ અધીકારીએ આવા બિનઅધિકૃત બાંધકામો માટે રૂબરૂ મુલાકાત કરીને રીપોર્ટ તૈયાર કર્યો નથી. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે મોરબી શહેર નેં મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે જેમાં જે ગામડામાં નો સમાવેશ થયો છે. ત્યાં ચાલી રહેલા બિનઅધિકૃત બાંધકામો બંધ કરાવવા જિલ્લા પંચાયતની ટીમ ગઈ હતી પરંતુ આ ટીમ સર્વે કરવા સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ આવા બિનઅધિકૃત બાંધકામ ની સાઈટ ઉપરથી મજૂરોને દૂર કરાવી દેવાની સૂચના કોઈ જાણભેદુએ કરી દીધી હતી જેથી જ્યારે આ ટીમ દ્વારા ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ માટે તપાસણી કરવામાં આવી ત્યારે તમામ બાંધકામો બંધ હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. હકીકતમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો આવા ચાલી રહેલાં બિનઅધિકૃત બાંધકામો નો પર્દાફાશ થાય તેમ છે. અને હાલ પણ બિનઅધિકૃત બાંધકામો થઈ રહ્યા છે જ્યારે જોવા હોય તો સરપ્રાઈઝ ચેકીંગ કરીને જોઈ શકાય તેમ છે પરંતુ અહીં વાત કરવી છે મોરબી શહેર વિસ્તારની ત્યાં એક પણ બાંધકામની મંજૂરી લેવામાં આવતી નથી, બીયુ પરમિશન નથી, ફાયર સેફ્ટી ની સુવિધા નથી તેમ છતાં તેમનું પાણી કનેક્શન અને ભૂગર્ભ ગટર કનેક્શન કાપી નાખવામાં જવાબદાર અધિકારીઓ કોની લાજ કાઢી રહ્યા છે? તેઓ સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. મોરબી શહેર એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું પરંતુ મોરબી નગરપાલિકા એ ગ્રેડની હોવા છતાં ડી ગ્રેડ કરતા પણ બદતર સુવિધાઓ છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તામાં વપરાય છે તેમ છતાં મોરબી શહેરનો એક પણ રોડ ચાલવા જેવો નથી અને આ મોરબી શહેર એ ગ્રેડ ની નગરપાલિકા છેલ્લા દસ વર્ષથી મહાનગરપાલિકા બનવાનો લાયકાત ધરાવે છે તેમ છતાં તેમને મહાનગરપાલિકા નહીં બનવા દેવા માટે કોણ હવાતિયા મારી રહ્યું હતું? તેઓ સવાલ પણ હાલ ઉઠ્યો છે. અને હાલ મોરબી શહેર મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે પણ મોરબી શહેરમાં બીન અધિકૃત આઠ-દશ માળનાં એપાર્ટમેન્ટો બાંધકામો ધમધોકાર બની રહ્યા છે કેમ ત્યાં કોઈ તપાસ કરવા જતું નથી? એ હમણાં થોડા સમય પહેલા જુદાજુદા કામના ભાવ પત્રક નાં લીસ્ટ બહાર પડ્યા હતા તેવા ભાવપત્રકના કોઈ ભાવ લઈને મની પ્રોટેક્શન આપવામાં તો આવી નથી રહ્યું ને? તેઓ સવાલ ઉભો થાય છે કેમકે જેમની ફરજમાં આવે છે તેઓ પ્રમાણિક ફરજ બજાવતા નથી જેના કારણે આવા બિન અધિકૃત બાંધકામો થઈ રહ્યા છે. જ્યારે ભૂતકાળમાં એક અધિકારી તો પ્રથમ નોટિસ આપે પછી તેનો વહીવટ કરી લે તેવી ઘટનાઓ બની છે. તો ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે *કીટલી ગરમ થઈ ગઈ છે તેને ટાઢી પાડવી જરૂરી છે* તેવું નિવેદન કર્યું છે જો તેમણે ખરેખર કીટલી ને ટાઢી પાડવી હોય તો મોરબી શહેરમાં થયેલાં બિનઅધિકૃત બાંધકામો નેં જે નોટીસ આપવામાં આવી છે તે નોટિસ પછી હાલ ત્યાં એપાર્ટમેન્ટો બની ગયા છે તો આ નોટિસ આપનાર અધિકારીએ તો ભૂમિકા ભજવી છે? કેટલું મની પ્રોટેક્શન લીધું છે? જો એની પ્રમાણિક તપાસ કરવામાં આવે તો કીટલી ટાઢી થાય… થાય… અને થાય તેમાં શંકા નેં કોઈ સ્થાન નથી. ત્યારે આવા હાલ થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામોના એપાર્ટમેન્ટોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે મોરબી શહેરની ડિઝાઇન બગાડવામાં વહીવટી તંત્ર સહિત દરેક જવાબદાર છે તેવું હાલ શહેરીજનો માની રહ્યા છે.







