MORBI:મોરબીમાં પોલીસનું મેગા કોમ્બિંગ: સોની યુવાનની હત્યા બાદ તંત્ર એક્શન મોડમાં, ગુનેગારોમાં ફફડાટ

MORBI:મોરબીમાં પોલીસનું મેગા કોમ્બિંગ: સોની યુવાનની હત્યા બાદ તંત્ર એક્શન મોડમાં, ગુનેગારોમાં ફફડાટ
શહેરના હૃદયદ્રાવક સોની યુવાનની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠેલા સવાલો વચ્ચે મોરબી પોલીસ હવે હરકતમાં આવી છે. અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા અને જનતામાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ‘મેગા કોમ્બિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં: 70 થી વધુ જવાનોનો કાફલો
પોલીસની નિષ્ક્રિયતાના આક્ષેપો વચ્ચે ગઈકાલે રાત્રે મોરબીના રસ્તાઓ પર ખાખીનો કાફલો જોવા મળ્યો હતો.1 DYSP, 3 PI અને 10 PSI એ જાતે મોરચા સંભાળ્યા હતા.70 થી વધુ પોલીસ જવાનોની ટીમે શહેરના ખૂણે-ખૂણે તપાસ કરી હતી.સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા તમામ સંવેદનશીલ વિસ્તારોને પોલીસે ઘેરી લીધા હતા. ખાસ કરીને લાતી પ્લોટ, વીસીપરા, મચ્છીપીઠ, ખાટકી વાસ, કાલિકા પ્લોટ, વાવડી રોડ અને પંચાસર રોડ જેવા વિસ્તારોમાં પોલીસે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને વાહનોનું પણ કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.મોરબી શહેરમાં શાંતિ ડહોળનારા અને કાયદો હાથમાં લેનારા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો વિરુદ્ધ આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રહેશે.”એક તરફ નાગરિકો પોલીસની આ સક્રિયતાને આવકારી રહ્યા છે, તો બીજી તરફ લોકોની એવી પણ માંગ છે કે આવી કાર્યવાહી માત્ર ઘટના બાદ જ નહીં, પરંતુ નિયમિત રીતે થવી જોઈએ જેથી કોઈ નિર્દોષનો જીવ ન જાય.











