MORBI:પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે મોરબીમાં કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ

MORBI:પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે મોરબીમાં કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
રિપોર્ટર મોહસીન શેખ
હળવદ ના ધારાસભ્ય પ્રકાશ ભાઈ વરમોરા દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્માગાંધીજી વિશે આપત્તિજનક નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિરોધ માં કોંગ્રેસ પક્ષ દ્વારા માફી માંગો અને રાજીનામું આપો એના સૂત્ર લગાવી ને વિરોધ પ્રદર્શન કર્યું હતું જો માફી નઈ માગે તો રાજીનામાની માંગ સાથે ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવસે તેવી ચીમકી પર આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ, સોશિયલ મીડિયા પ્રમુખ જય ભાઈ મેરજા,મહિલા પ્રમુખ દમયંતીબેન, જીલ્લા ઉપપ્રમુખ કિશોરભાઈ બોપલિયા, મોરબી જીલ્લા યુવક પ્રમુખ વસીમ ભાઈ મન્સૂરી, મોરબી તાલુકા પ્રમુખ વિજયભાઈ કોટડીયા, સોશિયલ મીડિયા મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ કાલરીયા, તાલુકા સદસ્ય યોગેશ ભાઈ,મસ્તક ભાઈ ,હરદેવ ભાઈ પરમાર,હસુભાઈ કાસુન્દ્રા, મિલન સોરિયા,રવજીભાઈ સોલંકી, ભાવિન ભાઈ ફેફર,તમામ કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







