GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વિરપરડા ગામે આઈશ્રી રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

 

MORBI:મોરબીના વિરપરડા ગામે આઈશ્રી રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

 

રાસ-ગરબા અને યજ્ઞનું ભવ્ય આયોજન

​મોરબી: મોરબી જિલ્લાના વિરપરડા ગામે આગામી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ને ગુરુવારના રોજ આઈશ્રી રાજબાઈ માતાજીનો ‘પ્રાગટ્ય મહોત્સવ-૨૦૨૬’ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી રાજલધામ-વિરપરડા ખાતે સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર દ્વારા આ મંગલ પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.



​ભવ્ય રાસ-ગરબા: ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઓરીયા પરિવારના કલાકારો અને રાજલ સાઉન્ડના સથવારે રાસ-ગરબાની રમઝટ જામશે.
​પવિત્ર યજ્ઞ: ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૮:૦૦ કલાકે માતાજીના સાનિધ્યમાં યજ્ઞનો પ્રારંભ થશે.
​મહા પ્રસાદ: ગુરુવારે બપોરે ૧૨:૩૦ કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા પ્રસાદના દાતા શ્રી જગદીશબાપુ (બાબાસાગર)-શિવપુર છે.
​​આઈશ્રી રાજબાઈ મંદિર, વિરપરડા, તા. જી. મોરબી.
​સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર અને મંદિરના પુજારીશ્રી દ્વારા આ ધાર્મિક અવસરે પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૮૭૯૭ ૭૪૯૭૫ પર સંપર્ક કરી શકાશે.

Back to top button
error: Content is protected !!