GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જીલ્લાના એનડીપીએસના ગુનાના ફરાર આરોપી અજય રાયસીંહ પરમારના જામીન મંજુર.

 

MORBI મોરબી જીલ્લાના એનડીપીએસના ગુનાના ફરાર આરોપી અજય રાયસીંહ પરમારના જામીન મંજુર.

 

આ કામેની ફરીયાદની ટુંક હકીકત એવી છે કેલ આરોપી નંબર (૧) ઉદયભાઈ રામખેલાવન વર્મા વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે પકડવા પરના બાકી આરોપી નંબર (૨) આરીફ ઉર્ફે ભુરો ફકીર પાસેથી મેળવી પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન આરોપી નંબર-૦૧ પકડાઈ જતા તથા આરોપી નંબર-૦૨ ના હાજર નહી મળી આવી મજકુર બન્ને આરોપીઓએ એકબીજાએ મદદગારી કર તા ગુન્હો કર્યા બાબતની ફરીયાદ આધારે એસઓજી ટીમે ફરાર આરોપી અજય રાયસીંહ પરમારને ઝડપેલ હોય અને તાલુકા પોલીસને સોંપી આપેલ હોય જે કામે આરોપીએ તેમના બચાવ કરવા વકીલશ્રી મયુરસીહ જાડેજા, જે.ડી.સોલંકી નાઓને રોકેલ,

આ ફરીયાદના કામે આરોપીએ તેમના એડવોકેટ શ્રી મારફતે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપીને જામીન મુકત કરતો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રીશ્રી જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્સીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દુ વાઢેળ, વીરલ છનીયારા, જયકાંત મકવાણા, સાથે ભાવીન ભંખોડીયા, રાહુલ ચાવડા રોકાયેલ હતા.

 

Back to top button
error: Content is protected !!