ઝાલોદ તાલુકા ના ચૌદ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતો ની જમીન જેના ઉપર ખેડૂત પરિવારો નિર્ભર હતા તે જમીન દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે ના નામે છીનવી લેવા માં આવેલ હતી

તા.૨૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન જેના ઉપર ખેડૂત પરિવારો નિર્ભર હતા તે જમીન દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેના નામે છીનવી લેવામાં આવેલ હતી
જેની સાથે આ હાઇવે નું કામ ચાલુ કરવા માં આવતાં ખેડૂતો ની 17 જેટલી મૂળભૂત સુવિધા ઓ છીનવાઈ જતાં ખેડૂતો ત્રણ વર્ષ થી વિરોધ નોંધાવતા જઈ આવી રહેલ હતા અને વારંવાર હાઇવે નું કામ બંદ કરાવી દેવા માં આવતું હતું જે અંતર્ગત ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી ની અનેક વાર ધરપકડ પણ કરવા માં આવેલ હતી પરંતુ ખેડૂતો ને તેમનો હક મળી રહે તે માટે મુકેશભાઈ ડાંગી લડત લડતા જઈ આવી રહેલ હતા તે બાદ મુકેશભાઈ ડાંગી ની આક્રમકતા જોઈ તંત્ર દ્વારા તા. 12 ડિસેમ્બર ના રોજ 17 માંગણી ઓ પૈકી સોળ માંગણી ઓ સ્વીકારી તે માંગણી ઓની સમય મર્યાદા નકી કરી લેખિત બાંહેદરી આપવા માં આવેલ હતી તેમ છતાં સમય મર્યાદા વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી કરવા માં નં આવતાં આજરોજ મુકેશભાઈ ડાંગી ની અધ્યક્ષતા માં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ને તા. 5 માર્ચ સુધી યોગ્ય જવાબ આપવા માંગ સાથે ચીમકી સાથે આ આખરી આવેદન આપવા માં આવેલ હતું તો આ કોરીડોર ની સાથે સાથે હાલ ના બજેટ માં દાહોદ જિલ્લા માં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજુર કરવા માં આવતાં તે બાબતે પણ આવેદન મારફત ચીમકી ઉંચારવા માં આવી હતી કે વિકાસ ના નામે સૌ પહેલાં માછન નાળા જલાશય યોજના માં તે બાદ કાલી. 2 જલાશય યોજના માં અને તે બાદ કોરીડોર હાઇવે ના નામે ગરીબ આદિવાસી ખેડૂતો ની જમીન છીનવી લઈ અમોને જમીન અને ઘર વિહોણા બનાવી અમારા પરિવારો ને રઝલતા કરી દેવા માં આવેલ છે પણ જો હવે એરપોર્ટ ના નામે એક ઈંચ જમીન પણ અમો આપવા માંગતા નથી જો એરપોર્ટ ના નામે જમીન છીનવવા ની કોશિશ કરવા માં આવશે તો તેનું પરિણામ ખુબજ ભયન્કર આવશે. અને હવે અમો જમીન સમ્પાદન અધિકારી શ્રી ની કચેરી આગળ જ આત્મ વિલોપન કરીશું તેવી મુકેશભાઈ ડાંગી દ્વારા ચીમકી ઉંચારવા માં આવેલ હતી.અને તેનો ખુલાસો પણ તા. 5 માર્ચ ના રોજ કરવા માં આવે તેવી માંગ કરી હતી



