KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની ડેરોલગામ પ્રા.શાળા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું.
તારીખ ૦૩/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલગામ ની પ્રાથમિક શાળામાં સ્થાપના દિન નિમિતે ભૂદેવ અરવિંદભાઈ મહારાજ દ્વારા સત્યનારાયણ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો. બાળકોના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સિદ્ધિ માટે કથામાં શાળાના આચાર્ય પટેલ જયેશકુમાર દામુભાઈ તથા તેમની ધર્મ પત્ની અપેક્ષાબેનને બેસાડવામાં આવ્યા. કથા પૂર્ણ થયા બાદ સ્વાદિષ્ટ પ્રસાદી ભોજનની વ્યવસ્થા શાળાની આસિસ્ટન્ટ શિક્ષિકા ઉષાબેન તરફથી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગામના આગેવાનો, SMC સભ્યો, પગાર કેન્દ્રના શિક્ષકો તેમજ CRC-BRC અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.આ રીતે ડેરોલ ગામ પ્રાથમિક શાળાનો સ્થાપના દિન શ્રદ્ધા,ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.