MORBI:મોરબી વિસ્તારમાં તમામ રોડ ઉપર ધમધમતા સેવાના કેમ્પમાં જમવાનું નાસ્તો આરામ મેડિકલ ની સુવિધાઓ
MORBI:મોરબી વિસ્તારમાં તમામ રોડ ઉપર ધમધમતા સેવાના કેમ્પમાં જમવાનું નાસ્તો આરામ મેડિકલ ની સુવિધાઓ
શ્રીકાંત પટેલ મોરબી
આદ્યશક્તિ મા નાં ઉપાસના નું પર્વ એટલે નવરાત્રી પર્વ જે ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે કચ્છના દેવી તરીકે જાણીતા મા આશાપુરાના સ્થાનક માતાના મઢ થી ઓળખાય છે અને હજારો શ્રદ્ધાળુઓ પગપાળા માતાના મઢ જાય છે જ્યાં માતાના ચરણોમાં માથું ટેકવીને ધન્યતા અનુભવે છે. આ પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા કચ્છમાં જતા તમામ રોડ ઉપર સેવાના કેમ્પો શરૂ કર્યા છે. ટંકારા થી મોરબી થઇ સામખયારી સુધીમાં દર અડધા કિલોમીટરે એક સેવા કેમ્પ જોવા મળે છે. જેમાં દાદા શ્રીનગરના પાટિયા પાસે ઊડીને આંખે વળગે તેવો સેવા કેમ્પ છે. જ્યાં સીતેર કિલોમીટર દૂર આવેલા વજરીયા ગામના લોકો દરેક પ્રકારની સેવા પૂરી પાડે છે.
આ બાબતે વાત કરીએ તો મોરબી થી સીત્તેર કિલોમીટર દુર આવેલ થાન પાસે નાં વજરીયા ગામ નાં તમામ પરિવારના સભ્યો ઘરના દુજાણા નાં દહીં દૂધ અને ઘી અને ઘી ના બનાવેલા લાડવા અહીં થી પસાર થતા પદયાત્રીઓ ને હાથ જોડીને ભાવ સાથે આગ્રહ કરીને પ્રસાદ લેવાનું જણાવે છે. વજરીયા ગામમાં મહત્તમ લોકો નો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. છેલ્લા પંદર વર્ષથી આ ગામે એક સંપ કરીને મોરબી માળીયા મીયાણા હાઇવે ઉપર દાદાશ્રીનગર નાં પાટીયા પાસે માતાજી ની સ્થાપના કરીને સેવાનો કેમ્પ શરૂ કરી સેવા આપે છે તેમની આ પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે પણ સેવાનો કેમ્પ નું આયોજન કર્યું છે. જેમાં દરરોજ પચાસ માણસો વજરિયા થીં આવે છે અને જાય છે. જે દૂધ દહીં ઘી નાં વાસણો લેતા આવે છે અને કેમ્પ માં જ છાસ અને ચોખ્ખા ઘી નાં લાડુ બનાવે છે.જે પદયાત્રીઓ નેં આગ્રહ કરી કરીને જમાડે છે. આ કેમ્પમાં પીરસવું, રસોઈ બનાવવી, એંઠા વાસણો સાફ કરવા જેવી સેવા આપીને ધન્યતા અનુભવે છે . અહીં વજરીયા થી આવેલા બે મહીલાઓ દંડવત કરીને કેમ્પ સ્થાપન કરેલા માતાજીના મઢી સુધી પહોંચ્યા હતા. અહીં સંગીત સતત વાગી રહ્યા છે જેમાં ગરબા હોવાથી પદયાત્રીઓ રમવા પણ લાગે છે. એકંદરે હાલમાં કચ્છ માં જતા દરેક રોડ ઉપર માનવ મહેરામણ ઉમટયો છે જે માતા નાં મઢ જાય છે તો ઘણા ભાવીકો સાયકલ પર નિકળ્યાં છે.