MORBIMORBI CITY / TALUKO

શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનની સુવર્ણ જ્યંતી નિમિત્તે ૧૯ ફેબ્રુઆરીએ એલ્યુમની મીટ યોજાશે

શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનની સુવર્ણ જ્યંતી નિમિત્તે ૧૯ ફેબ્રુઆરીએ એલ્યુમની મીટ યોજાશે

ભવનના ૨૦૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ત્રણ જનરેશન ભેગા મળી સંસ્મરણો વાગોળશે
કરાઓકે ગીત સ્પર્ધા, ફોટોગ્રાફી સપર્ધા, પુસ્તક પરબ સહિતના વિવિધ કાર્યર્કમઓનું આયોજન
સુવર્ણ પ્રસંગને દિપાવવા વહેલી તકે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવી લેવા એલ્યુની ટીમનું આહવાન

વ્યક્તિ કોઈ પણ સ્થાને હોય, પરંતુ તેના કોલેજના દિવસોની સુવર્ણ યાદો હંમેશા જીવનભર સાથે રહે છે. જયારે પણ કોલેજના સાથી ભેગા મળે ત્યારે એ દિવસોની ખાટી-મીઠી યાદો માનસપટ પર છવાઈ જતી હોય છે. આવી યાદોને વાગોળવાનો અવસર એટલે ‘’એલ્યુમની મીટ’’.રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સટી સ્થિત શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને જયારે ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભવનના એલ્યુમની એસોસિએશન દ્વારા આગામી તા. ૧૯ ફેબ્રુઆરીને રવિવારના રોજ એલ્યુમની મીટ – ૨૦૨૩ યોજાવા જઈ રહી છે. જેમાં ત્રણ જનરેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થઈ અમૃત કાળના સંસ્મરણો વાગોળશે.
પત્રકારત્વ ભવન ખાતે “નો જ્ઞાન ઓન્લી મસ્તી” ની થીમ સાથે સવારે ૧૦:૩૦ કલાકથી પ્રારંભ થનાર મીટમાં કરાઓકે સંગીત સપર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, પુસ્તક પરબ (કે જેમાં અનુપમ દોશી દ્વારા ૫૦૦ થી વધુ પુસ્તકો વિદ્યાર્થીઓના વાંચન અર્થે પ્રદર્શિત કરવામાં આવશે) વગેરેનું આયોજન કરાયું છે. આ સાથે સેલ્ફી પોઇન્ટ, સિગ્નેચર બોર્ડ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


ભવનમાંથી ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પત્રકરત્વ સહિતના વિવિધ ક્ષેત્રે પદાર્પિત થઈ તેમની આગવી પ્રતિભા ઝળકાવી રહ્યા છે. જેઓ મીટ દરમ્યાન એક છત્ર નીચે એકઠા મળી સંસ્મરણોનું આદાનપ્રદાન કરશે.એલ્યુમની મીટમાં જોડાવા માટે bit.ly/3k31axH લિંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેના માટે વેબસાઈટ અથવા નિલય ઉપાધ્યાય મો. ૯૮૭૯૦૧૮૦૧૯, નિહીર પટેલ મો. ૯૮૭૯૦૪૯૭૧૭, રાજકુમાર મો. ૯૫૫૮૬૯૫૦૨૦ જયદીપ પંડ્યા (અમદાવાદ) મો.૯૭૨૭૪૯૪૬૬૪, રવિ મોટવાણી (મોરબી) મો. ૯૬૮૭૬૨૨૦૩૩ નો વોટ્સએપ પર સંપર્ક સાધી શકશે.લોકશાહીમાં ચોથી જાગીરની ગંગોત્રી સમાન પત્રકારત્વના શિક્ષણ સાથે સંકળાયેલ ભવનની સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા મળી આ અવસરને યાદગાર બનાવે તેવી અપીલ અને શુભેચ્છા ભવનના હેડ ડો. નીતાબેન ઉદાણી, પત્રકારત્વ જગતના અગ્રણીઓ સર્વશ્રી કૌશિક મહેતા, કાના બાંટવા, ક્રિષ્નકાંત ઉનડકટ, જયેશ ઠકરાર, જવલંત છાયા, નિલેશ પંડ્યા, ડો. શિરીષ કાશિકર સહિતના ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પાઠવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!