શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાનું ઓનલાઈન કવિ સંમેલન ‘ગીતગુંજન’ ભવ્ય રીતે સંપન્ન

શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાનું ઓનલાઈન કવિ સંમેલન ‘ગીતગુંજન’ ભવ્ય રીતે સંપન્ન
તાજેતરમાં શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યકક્ષાનું ઓનલાઈન કવિ સંમેલન ‘ગીતગુંજન’ ગૂગલ મીટના માધ્યમથી અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયું હતું.શિક્ષણકુંજ ગ્રૂપના સંચાલકો દિનેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ કાલરિયા અને રાજેશભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ તા. ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના રોજ આ ડિજિટલ મંચ પર કવિઓનો સંગમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે ૨૧ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી સાહિત્યપ્રેમીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો.
આ સંમેલનમાં મુખ્ય અતિથિ અને અધ્યક્ષ સ્થાને શ્રી રશ્મિકાબેન મોદી (લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ ગ્રામ્ય) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે: શ્રી ભગવતદાન ગઢવી,શ્રી શબનમ ખોજા,શ્રી કલ્પેશભાઈ પટેલ,શ્રી મીનેશકુમાર વાળંદ
શ્રી પ્રવીણભાઈ ખાચર,તમામ મહાનુભાવોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને પ્રેરક પ્રવચનો દ્વારા નવોદિત કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા.કાવ્યપઠન અને સંચાલન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કવિઓ અને કવયિત્રીઓએ પોતાની સ્વરચિત કવિતાઓ અને ગઝલોનું સુંદર પઠન તથા ગાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન શ્રીમતી ઉષ્માબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.સન્માન અને આભારવિધિ કાર્યક્રમના અંતે તમામ સહભાગી કવિઓને પ્રોત્સાહન રૂપે ઓનલાઈન ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણકુંજના સંચાલકોએ તમામ મહેમાનો અને કવિ મિત્રોનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.










