MORBI:મોરબી-માળીયા નેશનલ હાઈવે પર : ટ્રક -ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

MORBI:મોરબી-માળીયા નેશનલ હાઈવે પર : ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
મોરબી-માળીયા નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે સોખડા ગામના પાટીયા પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલા એક ટેન્કર ચાલકે અચાનક વળાંક લેતા અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકને નોંધપાત્ર નુકસાન થયું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામના રહેવાસી મોહિતભાઈ બાબુભાઈ વઢવાણા (ઉં.વ. ૩૦) પોતાનો અશોક લેલન ટ્રક (નંબર GJ-32-T-8198) લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સોખડા ગામના પાટીયા પાસે રોડની કટ (વળાંક) પાસેથી પસાર થતી વખતે, આરોપી ટેન્કર ચાલકે (નંબર GJ-27-V-3619) ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, ગફલતભરી રીતે વળાંક લીધો હતો.ટેન્કર ચાલકે પાછળ આવતા વાહનોનું ધ્યાન રાખ્યા વગર અચાનક વાહન વાળતા તે મોહિતભાઈના ટ્રકની સાઈડમાં ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં મોટું નુકસાન થયું છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.ફરિયાદી મોહિતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે:










