BHARUCHGUJARATJHAGADIYA

ઝગડીયાના રાજપારડી-નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હિંગોરીયાના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન

ઝગડીયાના રાજપારડી-નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હિંગોરીયાના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન : ૩ કી.મી.સુધી જામ થતા વાહન ચાલકો અટવાયા

 

 

બિસ્માર બનેલા માર્ગના વિરોધમાં ઝગડીયાના હિંગોરીયાના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન ૩ કિ.મી.સુધી વાહનોની કતારો લાગી

 

 

ભારદારી વાહનોની અવરજવરના પગલે રાજપારડી અને નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો વિફર્યા

 

 

 

 

 

ઝગડીયાના તંત્રએ દરમિયાનગીરી કરી માંડ મામલો થાળે પાડતા વાહનવ્યવહાર પૂર્વવત થયો

 

 

ચાલુ સાલે ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલ વ્યાપક મેઘવર્ષાને લઇને ઠેરઠેર શહેરી ઉપરાંત ગ્રામિણ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. ત્યારબાદ વરસાદે વિરામ લેતા માર્ગો પર દોડતા વાહનોના કારણે ધુળ ઉડવાની સમસ્યા સર્જાવા પામી છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગને જોડતો ૨૩ કી.મી.નો માર્ગ પણ અસંખ્ય ખાડાઓ પડતા બિસ્મારતાની હદ વટાવી ગયો છે.ઉપરાંત માર્ગ પણ ધુળીયો બનતા ઉડતી ધુળના કારણે લોકોના સ્વાસ્થયને નુકસાન થવાની પુરી સંભાવના રહેલીછે.રાજપારડી નજીક નેત્રંગ તરફના માર્ગ પર ક્વોરી ઉદ્યોગ આવેલ હોઇ આ માર્ગ પરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાયછે જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાનું સ્થાનિકો જણાવી વળી હિંગોરીયા ગામે માર્ગ નજીક શાળા આવેલી હોઇ શાળાના છાત્રોને પણ ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ બગડવાની સંભાવનાઓ રહેલીછે.ત્યારે આજરોજ ખરાબ રસ્તાથી કંટાળેલા હિંગોરીયા ગામના લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને માર્ગની વચ્ચે ટાયરો અને પથ્થરો ગોઠવી માર્ગ પર જ ધરણા પર બેસી ગ્રામજનોએ આવતા જતા વાહનોને અટકાવીને રસ્તો રોકી રાખતા વાહનોની ૩ કી.મી. લાંબી કતારો જોવા મળી હતી. ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહનો રોકી રાખતા ચક્કા જામ સર્જાયો હતો. બિસ્માર બનેલા રાજપારડી નેત્રંગને જોડતા માર્ગને દુરસ્ત કરવા તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહી આવતા ગ્રામજનો વિફર્યા હતા. આજરોજ મંગળવારે સવારના સમય દરમિયાન રાજપારડી નેત્રંગ માર્ગ પર આવેલ હિંગોરીયા ગામના સ્થાનિકો વિરોધ પ્રદર્શિત કરવા રોડ પર ઉતરી આવ્યા હતા અને નેત્રંગથી રાજપારડી અને રાજપારડીથી નેત્રંગ તરફ જતા વાહનો હિંગોરીયા ગામ પાસે આંદોલનકારી ગ્રામજનોએ અટકાવી દીધા હતા.અગ્રણીઓ સહિતના ગ્રામજનોએ ખરાબ અને ધુળિયા માર્ગને લઇને વાહનો અટકાવી દેતા બન્ને તરફ ૩ કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઇનો જોવા મળી હતી. લગભગ બે કલાક સુધી લોકોએ વાહનો અટકાવી દેતા ઝઘડીયા મામલતદાર,માર્ગ અને મકાન વિભાગ ભરૂચ, રાજપારડી પોલીસે મહામહેનતે ગ્રામજનોને સમજાવતા જણાવ્યું હતું નજીકના દિવસોમાં તાકીદે આ માર્ગનું સમારકામ હાથ ધરાશે તેમ બાંહેધરી આપતા હાલ પુરતો મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ લોકોએ વાહનો જવા દેતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!