TANKARA:ટંકારા નજીક કમ્ફર્ટ રિસોર્ટ જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું ખોટું નામ આપ્યાનો ઘડાકો
TANKARA:ટંકારા નજીક કમ્ફર્ટ રિસોર્ટ જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું ખોટું નામ આપ્યાનો ઘડાકો
ટંકારા નજીક આવેલ હોટેલ કમ્ફર્ટમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી લઈને પોલીસે નવ આરોપીને ૬૩ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જે જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું ખોટું નામ આપી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો છે
ટંકારા પોલીસે બાતમીને આધારે હોટેલ કમ્ફર્ટમાં જુગારધામ પર રેડ કરી હતી જ્યાં જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૨ લાખ, ફોર્ચ્યુનર કાર ૨ કીમત રૂ ૫૦ લાખ, મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી હતી જે જુગાર પ્રકરણમાં એક આરોપીએ પોતાનું નામ ખોટું આપ્યાનું ખુલવા પામ્યું છે બીજે જે ચર્ચા હજુ ચાલુ જ છે તેવી પોલીસે જ્યારે જુગારધામ પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં સ્થળ પર 90 લાખ થી લઈને એક કરોડ જેટલી રોકડ રકમ હતી. પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન 12 લાખ રોકડ રકમ કબ્જે કરી હોવાનું દર્શાવ્યું છે. પોલીસે એક આરોપી ને ફરાર દર્શાવ્યો છે એની પણ ચર્ચા ચાલે છે કે આ આરોપી ખરેખર ફરાર થઇ ગયો હતો કે કોઈના કહેવાથી તેને જવા દેવામાં આવ્યો હતો.જુગાર રમતા ઝડપાયેલ આરોપી પૈકી એક આરોપી તીર્થ ફળદુ નામના ઉદ્યોગકારે પોતાનું નામ રવિ પટેલ લખાવ્યું હતું રવિ પટેલ નામના ઇસમનું આધારકાર્ડ મોબાઈલમાં બતાવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી ટંકારા પોલીસ વાસ્તવિક નામ તીર્થ ફળદુ અશેકભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવા સંકેત પોલીસ મથકેથી પ્રાપ્ત થયા છે ત્યારે અન્ય લોક ચર્ચા પણ સાચી કે ખોટી તે આવનાર સમયમાં બહાર આવશે.આપને જણાવી દઈએ કે ગત શનિવારની રાત્રીના સમયે ટંકારા પોલીસ દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં રેડ કરી હતી. જુગારીઓ પૈસા બહાર કારમાં જમા કરાવી તેના ટોકન લઈને ટોકન દ્વારા જુગાર રમતા હતા ટોકન જોતા સ્પષ્ટપણે લાગે છે કે આ જુગારીઓ ઘણા લાંબા સમયથી જુગાર રમતા હશે કે કેમ જે એક દમ પ્રોફેશનલ જુગારીઓની રીતે કેશીનો ટાઈપ જુગાર ચાલતો હતો જે જગ્યાએ જુગાર રમાતો હતો તે ભાજપના અગ્રણીની રિસોર્ટ હોઈ જગ્યા બદલવા માટે પણ પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે પરંતુ પોલીસે મચક નહીં આપી તેજ રિસોર્ટમાં જુગાર રેડ બતાવી હતી જેવું પણ જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપીઓમાંથી બે ત્રણ એવા પણ આરોપીઓ છે કે જેઓ પાંચ દશ લાખના જુગારમાં રમવા પણ ન બેસે એટલે શંકા આમ પણ મજબૂત બને છે કે સ્થળ પર અંદાજીત એક કરોડ આસપાસની રોકડ હશે. જો એક કરોડ આસપાસ રોકડ રકમ હોઈ તો પોલીસ દ્વારા માત્ર ૧૨ લાખ રોક લાખ રોકડ દર્શાવી બાકી ની રકમ ક્યાં ગઈ તે પણ એક મોટો સવાલ ઊભો છે હાલ તો આ જુગારધામ સમગ્ર જિલ્લામાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે…