GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો હતો જેને મોરબી એલસીબી ટીમે મધ્યપ્રદેશના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫ માં ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી જકરૂદિન કમરૂદિન મેવ રહે રાજસ્થાન વાળો ૧૦ વર્ષથી નાસતો ફરતો હતો મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લેવા સઘન તપાસ ચલાવી હતી અને ચોરીનો આરોપી હાલ મધ્યપ્રદેશના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાડીએ કામ કરતો હોવાની બાતમી મળતા ટીમે મધ્યપ્રદેશ જઈને આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.







