MORBI:મોરબીમાં યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો !

MORBI:મોરબીમાં યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો !
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
*મારું બાળપણ ખોવાયું છે* *મારા બાળપણના મિત્રો ખોવાયા છે* તેવી ભાવના સાથે આજે છ દાયકાથી વધુ થઈ ગયેલી ઉંમરના લોકોને તેમની સાથે ભણતા મિત્રોને મળવાની જંખના જાગી છે. છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ શાળા કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયા. તે જ રીતે મોરબીમાં ભડીયાદ રોડ ઉપર આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વર્ષ -૧૯૭૮ થી વર્ષ-૨૦૨૫ સુધીમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. આ સમારોહમાં ભણતર પૂરું થયા પછી છૂટા પડ્યા તે પડ્યા્. જે આજે પહેલી વાર સ્નેહમિલન સમારોહ માં મળ્યા અને જે પ્રેમથી મિત્રો બાથ ભરીને મળતા હતા તે દ્રશ્યો આંખો ભીની કરી દે તેવા હતા. જુદા છુટા પડ્યા પછી પહેલીવાર મળ્યા અને બાથ ભરીને ગળગળા થઈને જે ઉદગાર કરતા હતા તેનાથી હૃદય દ્રવી ગયા હતા. સૌ મિત્રોએ તેમના પરિવારની તેમના ધંધા રોજગાર ની માહિતી આપી હતી એક ને એક ની ઓળખ કરીને સૌ કોઈએ કોલેજ જીવનની યાદગીરી વાગોળી હતી
કાર્યક્રમ માં આવતા મહેમાનો ને કુમકુમ તિલક કરી નેં આવકારવા આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનોએ પ્રાર્થના ગીતથી શરૂઆત કરી હતી. બાદ ઘણાએ પોતાના વ્યક્તવ્ય આપ્યા હતા. તેમાં જુદી જુદી યાદગીરી ને તે દિવસોને યાદ કરીને સંભાળતા હતા અને વાત કરતા કરતા પણ આંખમાં ઉભરાઈ આવ્યા હતા. આ આ કોલેજના સ્નેહ મિલનમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, તેમજ આચાર્ય, કો-ઓર્ડીનેટર, સહ-કોઓર્ડીનેટર, કોલેજ નાં પ્રોફેસર, તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહ મિત્રો ને મળીને આનંદ કરવાનો સમય હતો પણ દરેક ની આંખ માં આંસુ આવી ગયાં હતાં જે ખરેખર હરખ નાં હતાં કે કોલેજમાં ભણતર પૂરું થયા પછી ક્યારેય ન મળ્યા હોય તેવા મિત્રો નાં વિરહની વેદના હતી તે જાણી નાં શકાયું!








