એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહીસાગર ની બેઠક મળી.બન્ને જિલ્લા ના અંદાજીત 330 ખાતર વેપારીઓ ઉપસ્થિત રહ્યા.
તારીખ ૨૭/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એગ્રો ઇનપુટ ડીલર એસોસિયન પંચમહાલ મહિસાગર ની બેઠક ગોધરા ખાતે મળી જેમાં ત્રણ જિલ્લામાંથી વેપારીઓ હાજર રહ્યા હતા.સમગ્ર ગુજરાત અને જિલ્લા મા સારા વરસાદ ને કારણે હાલમાં ખેડૂતો ને એકલા યુરિયા ખાતર ની જરૂરિયાત છે ત્યારે ખાતર કમ્પનીઓ બે -ફામ પણે યુરિયા સાથે બીજા અન્ય ખાતરો દરેક ગાડીએ ફરજિયાત વેપારીઓ ને વેચાણ માટે ફરજ પાડે છે.કંપનીઓ યુરિયા સાથે બીજા કોઈ ઉત્પાદનો દબાણપૂર્વક વેપારીઓને આપતી હોવાથી વેપારી આ ઉત્પાદન ખેડૂત ને જ વેચે , આમાં ખેડૂતો અને વેપારી વચ્ચે વારવાર સંઘર્ષ ઉભા થાય છે. સરકારે ફરજિયાત ટેગીગ નો કોઈ આદેશ કરેલ નથી , તો પછી કમ્પનીઓ શા માટે સરકાર ના આદેશો નું ઉલઘન કરી વેપારીના માથે બિન જરૂરી આર્થિક રોકાણ કરાવડાવે છે? સરકાર ના કહે તો કંપની ઓ ફરજિયાત આપે આમ બેવડી નીતિ સામે ફક્ત વેપારી પીસાય છે. ખેડૂતો ના હિતમાં જરૂરિયાત છે તે જ ખાતર આપવા બીજા કોઈપણ અન્ય ખાતરો યુરિયા સાથે ન આપવા જોઈએ યુરિયા તથા ડીએપી જેવા ખાતરો સાથે જો અન્ય કોઈપણ ખાતર કે વસ્તુ કંપનીઓ આપશે તો આ મનમાની નીતિ બંધ કરાવવા કલેકટર પચમહાલ અને મહીસાગર જિલ્લા મા આવેદન પત્ર આપવા નકકી કરવામાં આવ્યું અને જરૂર જણાયે યુરિયા કે ડીએપી ખાતરો સાથે બીજા કોઈપણ અન્ય ખાતરો જો વેપારી ને દબાણપૂર્વક ફરજિયાત આપશે તો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવા બન્ને જિલ્લા ના આશરે કુલ 330 ખાતર વેપારીઓ એક થઈ રજુઆત કરવા આ મેગા મીટીંગ મા નક્કી કરવામાં આવ્યું હતું