GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: એક વ્યક્તિનું મોત, બનાવ હત્યામાં પલટાયો

 

 

HALVAD:હળવદમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: એક વ્યક્તિનું મોત, બનાવ હત્યામાં પલટાયો

 


​હળવદ: હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કૃષિ શાળા રોડ (જાગનાથ સોસાયટી) પાસે બે પરિવારો વચ્ચે ચાલી આવતી જૂની અદાવતે લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગત ૨૪ માર્ચના રોજ થયેલી જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સાથે જ પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.


​પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૨૪ માર્ચના રોજ બપોરના સમયે કૃષિ શાળા રોડ પર જૂની અદાવત અને મનદુઃખને કારણે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક હુમલામાં ફેરવાઈ હતી.​ફરિયાદી પક્ષ: રતનબેન કાળુભાઈ પરમારની ફરિયાદ અનુસાર, સામા પક્ષના લોકોએ ગેરકાયદેસર મંડળી રચી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો.​હુમલાખોરો: ફરિયાદમાં નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ, રવિ, દિપક, હંસાબેન અને લતાબેન પરમારના નામ આપવામાં આવ્યા છે. નટુભાઈએ કાળુભાઈ પરમારના માથાના ભાગે કુહાડી ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ કાળુભાઈને ઢસડીને બહાર લાવી ધોકા અને લોખંડના પાઈપ વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન કાળુભાઈનું મોત નિપજ્યું હતું.​સામા પક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદ બીજી તરફ, નટવરભાઈ નાનજીભાઈ પરમારે પણ સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે:​જયેશ કાળુભાઈ પરમાર, કાળુભાઈ (મૃતક) અને રતનબેન દ્વારા તેમના પર પથ્થરમારો કરી ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.


​આ હિંસા દરમિયાન રૂ 8,000ની કિંમતનું મોટરસાઈકલ પણ સળગાવી દેવામાં આવ્યું હતું.કાળુભાઈ પરમારના મૃત્યુને પગલે હળવદ પોલીસે અગાઉની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની હત્યાની કલમોનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. હળવદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!