MORBI:મોરબી ઘૂંટુ પાસે પડતર જગ્યામાંથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

MORBI:મોરબી ઘૂંટુ પાસે પડતર જગ્યામાંથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ
મોરબી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અસામાજિક તત્વો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે મોરબી એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે તાલુકાના ઘૂંટુ ગામ પાસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઇકો કાર સહિત કુલ ₹7,60,700 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઘૂંટુ ગામની પાછળ આવેલ વસંત વિહાર સોસાયટીની પડતર જગ્યામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેઇડ કરતા, ત્યાં પડેલી એક ઇકો કાર (નંબર: GJ-36-AJ-5692) શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
237 બોટલ દારૂ જપ્ત પોલીસે ઇકો કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 237 બોટલ મળી આવી હતી.દારૂની કિંમત: ₹2,60,700 ઇકો કારની કિંમત: ₹5,00,000 કુલ જપ્ત મુદ્દામાલ: ₹7,60,700 પોલીસના દરોડા દરમિયાન બુટલેગરો હાજર મળી આવ્યા ન હતા. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો મચ્છીપીઠ વિસ્તારના મોઈન મોહમદભાઈ જામ અને અન્ય એક શખ્સનો હોવાનું ખૂલ્યું છે. મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.








