MORBI:મોરબીમાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ

MORBI:મોરબીમાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ; વાંકાનેર વાસીઓમાં દેશભક્તિનો માહોલ
રાતીદેવડી થી વાંકાનેર ટાઉનહોલ સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને વાંકાનેર વાસીઓએ ઉમંગેર આવકારી
એકતા પદયાત્રાને નિહાળવા/અભિવાદન કરવા વાંકાનેરવાસીઓ ઉમટ્યા; એકતા રથ પર ઠેર ઠેર પુષ્પ વર્ષા થઈ, વિવિધ સમાજોએ હરખે વધાવી
વાંકાનેરમાં ઉત્સવની અનુભૂતિ; બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેપારીઓએ પુષ્પ વર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. આ એકતા પદયાત્રા થકી વાંકાનેરમાં દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ સર્વે ઉપસ્થિતોને સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પદયાત્રા અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી.
વક્તાશ્રી વર્ષાબેન દોશીએ લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું.
રાતીદેવડી થી વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ સુધી આયોજિત આ એકતા પદયાત્રા થકી વાંકાનેરમાં ઉત્સવ અને દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. અનેક જગ્યાઓએ એકતા પદયાત્રાને નિહાળવા અને તેનું અભિવાદન કરવા લોકો રસ્તાઓ ઉપર એકત્ર થયા હતા. આ યાત્રામાં વિશાળ જનમેદની સહભાગી બની હતી, અનેક સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓએ ઠેર ઠેર આ યાત્રાને ઉમંગભેર આવકારી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ યાત્રાનો અભિવાદન કર્યું હતું. વાંકાનેરની મુખ્ય બજારમાં વિવિધ વેપારીઓએ આ યાત્રા પર પુષ્પ વર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું.
વાંકાનેર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે એકતા શપથ ગ્રહણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદારશ્રી કે.વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાયલબેન ચૌધરી, ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તથા નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા









