GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારાના સાવડી ગામે છાસ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું

TANKARA:ટંકારાના સાવડી ગામે છાસ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું
ટંકારા તાલુકાના સાવડી ગામે વલોણા વડે છાસ બનાવતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા જાતે પટેલ ઉવ. ૬૨વાળાને પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાસ બનાવતી વખતે ઇલેક્રટ્રીક શોર્ટ લાગતાં વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.










