GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિરામિક ઉઘોગના પડતર પ્રશ્નો અને ગેસ પુરવઠા બાબતે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ 

 

 

MORBI:મોરબી સિરામિક ઉઘોગના પડતર પ્રશ્નો અને ગેસ પુરવઠા બાબતે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

 

​આજે ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ૬૬ ટંકારાના ધારાસભ્ય  દુલ્લભજીભાઈ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સિરામિક ઉદ્યોગ પર સર્જાયેલી અસર અંગે આ બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.



​યુદ્ધની અસર: હાલની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઇમ્પોર્ટેડ ગેસના ભાવ અને એક્સપોર્ટ (નિકાસ)માં જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તે અંગે મુખ્યમંત્રીને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.​સરકારની ખાતરી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર સિરામિક ઉદ્યોગની તમામ મુશ્કેલીઓમાં હરહંમેશ સાથે રહેશે અને ઉદ્યોગને ટકાવી રાખવા માટે શક્ય તમામ મદદ કરવામાં આવશે.​મંત્રીશ્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક: સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ શ્રી એમ.કે. દાસ અને ગુજરાત ગેસના MD શ્રીમતી અવંતિકા સિંઘ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી.​આ બેઠકો દરમિયાન ખાસ કરીને ગેસના પુરવઠા અને ઉદ્યોગના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. સરકારના પ્રતિનિધિઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે વિકટ પરિસ્થિતિમાં પણ ઉદ્યોગના વિકાસ માટે સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે.​”યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકાર ઉદ્યોગની ઉન્નતિ માટે અગ્રેસર રહી સાથ-સહકાર આપશે.”​બેઠકના અંતે, સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી અને સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!