BANASKANTHAGUJARATPALANPUR

વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરવામાં આવી 

પ્રમુખપદે ભાનુભાઇ જોશી અને મહામંત્રી તરીકે સચિન શેખલીયાની નિયુક્તિ

પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો, પ્રવાસ યોજવા, સભ્યોને વીમા કવચથી આવરી લેવા અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફર ટ્રસ્ટની સ્થાપનાના યશસ્વી પૂર્ણ બે વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઇ હતી. હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજીવાર ભાનુભાઈ જોશી, મહામંત્રી સચીનભાઈ સેખલિયા, ઉપ પ્રમુખ રમેશ ભૂટકા, નિલેશ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ શ્રીમાળી, કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર, સલાહકાર આશુતોષભાઈ બારોટ, ગિરિશભાઈ ચોહાણ અને ભગવાનભાઇ સોની, પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા પ્રોજેક્ટ અને અયુબ ભાઈ પરમારની વરણી કરાઇ હતી. બેઠકમાં દિનેશ રાણા , કનૈયાલાલ પરમાર, જગદીશ શ્રીમાળી, દીપક સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

Back to top button
error: Content is protected !!