GUJARAT
નસવાડી તાલુકામાંથી કાવડ યાત્રા લઈને હાફેશ્વર મંદિરે જવા માટે નર્મદા જિલ્લાના 30 થી યુવાનો પગપાળા નીકળ્યા.
મુકેશ પરમાર
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાંજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના 30 થી વધુ યુવાનો નર્મદા ના પવિત્ર જળ સાથે છોટાઉદેપુરના હાફેશ્વર ખાતે આવેલ શિવ મંદિરે નર્મદાના પવિત્ર જળ ચડાવવા માટે પગપાળા નસવાડી તાલુકામાંથી પસાર થયા હતા તેઓ ત્રણ દિવસમાં 80 કિલોમીટર જેટલું નું અંતર કાપીને હાફેશ્વર પહોંચશે જ્યારે નસવાડી તાલુકામાંથી કાવડ યાત્રી પસાર થયા હર હર મહાદેવ ના નાદથી વાતાવરણ પણ ગુજી ઊઠ્યું હતું જ્યારે કાવડ યાત્રા લઈને નીકળેલા યુવાનોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો આ યુવાનો રોજ પગપાળા 30 કિલોમીટર જેટલું ચાલશે અને સોમવારે હાફેશ્વર પહોંચી નર્મદાનું પવિત્ર જળ મંદિરે ચડાવશે.