DAHODGUJARAT

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓએ દાહોદમાં વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ

તા.૩૦.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓએ દાહોદમાં વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ

પ્રકૃતિને બચાવતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય/કેમિકલયુક્ત ખાતર અને દવાઓના છંટકાવ પર રોક લગાવવી અનિવાર્ય ખેતીવાડી, બાગાયતી વિભાગ તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને અપાતું પ્રાધાન્ય

દાહોદ : ખેતી એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પાદન થતા ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર બન્યા તો ખરા પરંતુ ખેડૂતોએ પાકનું વાવેતર વધારવા માટે રાસાયણિક ખાતર અને બિયારણનો ઉપયોગ કરતાં જમીનની ફળદ્રુપતા ઘટી, પાકની ગુણવતા ઘટી, આર્થિક જાવક વધુને આવક ઘટી, અળસીયાનો નાશ થયો, પાકનો સ્વાદ છીનવાઈ ગયો એ સાથે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ આ બાબત ગંભીર જણાતા કુદરતી ખેતી તરફ ફરીથી પ્રયાણ કરવું જરૂરી બન્યું રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધ્યું સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન થઈ રહ્યું છે. કેન્સર, ટી.બી. જેવા જીવલેણ રોગો અકાળે થઇ રહ્યા છે. ત્યારે કેમિકલયુક્ત ખાતર અને દવાઓના છંટકાવ પર રોક લગાવવી અનિવાર્ય બની ગઈ છે

આ સ્થિતિને અંકુશમાં લાવવા પ્રકૃતિને બચાવતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય છે. આ પદ્ધતિમાં દેશી ગાય અને તેના મળ-મૂત્રનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણ, જમીન, પાણી, પાક તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. આધુનિક સમયમાં વધતાં જતા વસ્તી વધારા, જળવાયું પરિવર્તન તેમજ ભૂમિ પ્રદૂષણના કારણે પર્યાવરણ અને લોક સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું થયું છે ત્યારે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવે એ આવશ્યક બની ગયું છે. મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ – અલગ વિષયો સાથે ૬ દિવસના રોકાણ દરમ્યાન પસંદગી કરેલ જિલ્લાના ગામડાઓમાં જઈને અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તેઓના દ્વારા પ્રાકૃતિક ખેત પદ્ધતિ વિશે ખેડૂતોને માહિતગાર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પદયાત્રા કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો.દાહોદ જિલ્લામાં પણ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ગામોમાં તારીખ ૨૧ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર સુધી સતત લોકોના સંપર્કમાં રહીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને વિસ્તાર પૂર્વક સમજાવીને તેઓને મૂંઝવતા પ્રશ્નોને ખુબ સારી અને સરળ ભાષામાં સમજાવવામા આવ્યા હતા. ઉપરાંત જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેઓને મળતી સરકારશ્રી દ્વારા સહાય અંગે પણ વિશેષ માહિતી આપી હતી તેમજ ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તથા આત્મા પ્રોજેક્ટને મળીને અન્ય માહિતી મેળવવા માટે જણાવવામાં આવ્યું હતું.સરકારના ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી દાહોદ જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવા તરફ કદમ વધાર્યા છે, આ વિભાગો દ્વારા અપાતી મુખ્યમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક તેમજ સાધનિક જેવી વિવિધ સહાય આપવામાં આવી રહી છે.આ ઉપરાંત કિસાન સિંચાઇ યોજના, સોલાર પંપ સ્કીમ યોજના, રાજય દ્વારા કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે જે થકી કહી શકાય કે, સરકાર પણ કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મક્કમ અને કટીબદ્ધ છે

Back to top button
error: Content is protected !!