MORBI:મોરબીના લાલપર ગામ નજીકથી પોસડોડા જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના લાલપર ગામ નજીકથી પોસડોડા જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીકથી મોટર સાઈકલને ઝડપી તેની પાસેથી પોસડોડા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો તેના ઘરની ઝડતી દરમીયાન પણ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માધાપર કારાભાઈ ટોયેટા રહે-સૌમૈયા સોસાયટી વાવડી રોડ વાળો પોતાના મોટર સાઈકલ જીજે ૩૬ એજી ૧૮૪૫ પર પોસડોડાનો જથ્થો લઇ પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર ગામ તરફથી મોરબી તરફ આવતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઈવે પરથી પોસડોડાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તો તેના રહેણાંક મકાને પણ ઝડતી કરવામ આવી હતી જેથી એસઓજી ટીમે કુલ પોસડોડા જથ્થો વજન ૩ કિલો ૧૯ ગ્રામ કીમત રૂ.૯૫૭૦, પોસડોડાનો પાવડર જથ્થો ૧ કિલો ૨૧૦ ગ્રામ કીમત રૂ.૩૬૩૦, રોકડ રકમ રૂ.૪૫૦૦,મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦ અને મોટર સાઈકલ કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૨૭૦૦ કબજે કરી માધાભાઈને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે