GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર થી લુણાવાડા હાઇવે માર્ગ ઉપર ત્રણ લાખનો દારૂ ઝડપી પાડતી મહીસાગર પોલીસ.

સંતરામપુર થી લુણાવાડા હાઇવે માર્ગ ઉપર ત્રણ લાખનો દારૂ ઝડપી પાડતી મહીસાગર પોલીસ…

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર થી લુણાવાડા હાઈવે રોડ પર થી આજરોજ વહેલી સવારે પસાર થઈ રહેલી ઈકો સ્પોર્ટ્સ કાર નં.જીજે.23.BL.5756 ની ગાડી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૃનો નો જથ્થો નસીકપુર ચોકડી પાસેથી બાતમીના આધારે રોકી ને ગાડી માં વગર પાસ પરમીટે વહન કરી ને લઈ જવાતો દારુનો જથ્થો નાનીમોટી કુલ બોટલો નંગ.1525 આશરે કીમત રુપિયા ત્રણ લાખ નો દારૂ નો જથ્થો લુણાવાડા લઈ જવાતો મહીસાગર જિલ્લા એલ.સી.બી.પોલીસે પકડી પાડી ને કાયદેસરની કાર્યવાહી કરી.

આ બનાવમાં સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી ને આ બનાવમાં તોસીફ હનીફભાઇ ભીસતી રહે.લુણાવાડા.વાસીયાતલાવ.ના ઓને અટક કરેલ છે.

આ બનાવમાં ગાડીમાં બેઠેલ અન્ય વ્યક્તિ સુલતાન અનવર ભટીયારા રે.લુણાવાડા.વાસીયા
તલાવનાઓ પોલીસ ને જોઈ ને ચકમો આપી ને ધટના સ્થળે થી ફરાર થઈ ગયેલ જે વોન્ટેડ છે.

આ બનાવમાં પોલીસે તોસીફ હનીફભાઇ ભીસતી.સુલતાન અનવર ભટીયારા.લાલો ઉર્ફે સુગરી તથા ઈકો સ્પોર્ટ્સ કાર નો માલિક તથાં દારુ નો જથ્થો ભરાવનાર અજાણ્યો વ્યક્તિ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે આશરે ત્રણ લાખ નો દારૂ નો જથ્થો તથા ઈકો સ્પોર્ટ્સ કાર અંદાજીત કિંમત રૂપિયા છ લાખ ની તથા એક મોબાઇલ ને પકડાયેલ આરોપી પાસેથી કેટલીક રોકડ રકમ કબજે કરી છે.

આ દારુનો જથ્થો રાજસ્થાન નાં આનંદપુરી ગામે થી કારમાં ભરી ને સંતરામપુર થઈ ને લુણાવાડા માં નગરપાલિકા ની ચુંટણી થનાર
હોય તેથી લુણાવાડા લ ઈ જવાતો હોવાનું મનાય છે.
મહીસાગર જિલ્લામાં આવેલી સંતરામપુર ને લુણાવાડા ને બાલાસિનોર નગરપાલિકા ની ચુંટણી જાહેર થતાં ને આ ચુંટણીમાં ઉમેદવારો દ્વારા દારૂ ની ને નાણાં ની રેલમછેલ થતી હોઈ એડવાન્સ માં દારૂ નો સ્ટોક કરવામાં આવેછે.

તયારે મહીસાગર જિલ્લામાં થનાર નગરપાલિકા ની ચુંટણી ઓમા અસામાજિક તત્વો ને બુટલેગરોને અંકુશમાં રાખવા ને દારૂ ની હેરાફેરી અટકાવવા મહીસાગર જિલ્લા ની બોર્ડરો સીલ કરવામાં આવે અને એસ. આર.પી નાં પોલીસ બંદોબસ્ત ચેકપોસ્ટ પર કરાય ને નવાધરા બટકવાડા ચોકડી ને સીમલીયા થી બટકવાડા રસ્તે ને ત્યાંથી ભુગેડી થી સંજેલી જવાના રસ્તે અને સંતરામપુર બાયપાસ રસ્તા પર જરૂરી વ્યુહાત્મક સ્થળોએ ચેકપોસ્ટ તાત્કાલિક ઉભી કરી ને આ ગેરકાયદેસર ની દારૂ ની હેરાફેરી અટકાવવા કાયૅવાહી ત્વરીત કરાય તે જરૂરી છે .

મહીસાગર જિલ્લામાં નગરપાલિકા ઓ ની થનાર ચુંટણીમાં આચારસંહિતા નો અમલ લોકસભા ને વિધાનસભા ની ચુંટણી ની જેમ કરાય તે જરૂરી છે.
રાજ્ય નું ચુંટણી પંચ ને જીલ્લા નું વહીવટી તંત્ર ને જીલ્લા નું પોલીસ તંત્ર આ નગરપાલિકા ની ચુંટણી માં થતી દારૂ ની ને નાણાં ની હેરાફેરી અટકાવવા સક્રિયતા દાખવી ને ચુંટણી ઓ નિષ્પક્ષ અને તટસ્થ અને ન્યાયી રીતે થાય તેમાટે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!