ધ્રાંગધ્રાનાં સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, ગામનાં અગ્રણીઓની સંસદને સાથે રાખી સરકારમાં રજૂઆત
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સોલડી ગામની સીમમાં ખેતીવાડી માટેના વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મામલે તાજેતરમાં થયેલી લોક્ સુનાવણીમાં 24 ગામના લોકોએ ખુલ્લો વિરોધ કર્યા બાદ પંચાયતમાં ઠરાવ કરી કોઈપણ ભોગે બાંધકામની મજૂરી પણ નહીં આપવાનો રણટંકાર કર્યો હતો આ પ્રશ્ને ધ્રાંગધ્રા તાલુકાના સોલડી સહિત 24 ગામના લોકો લડી લેવા આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે જ્યારે લોક સુનાવણી બાદ મંગળવારે ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી સમક્ષ પણ રજૂઆત કરીને ખેતીવાડીની જમીન બચાવવાની માગણી કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ માળીયા હાઈવે ઉપરના સોલડી ગામની ફ્ળદ્રુપ જમીનમાં દેવ્યોગી હેલ્થકેર એલ.એલ.પી. કંપની દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેની મંજૂરીની કાર્યવાહી પૂર્વે ૠઙઈઇના અધિકારી અને ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તાજેતરમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં સોલડી સહિતના 24 ગામમાંથી મહિલાઓ સહિતના હજારો લોકોએ આ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા મામલે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાંય કંપનીવાળા અહીં જ પ્લાન્ટ બનાવવા મક્કમ દેખાતા હોવાથી હવે સોલડી ગ્રામ પંચાયત સહિતની આજુબાજુની પંચાયતોએ સામુહિક ઠરાવ કરી કંપની આજુબાજુના 30 કિલોમીટર વિસ્તારમાં કોઈપણ ભોગે પ્લાન્ટ નહીં બનાવવા દેવાય અને સોલડી પંચાયતે એવો પણ ઠરાવ કર્યો કે કંપનીને કોઈપણ ભોગે બાંધકામની મંજૂરી આપવામાં નહીં જ આવે કારણ કે પ્લાન્ટથી ખેતીવાડીની ફ્ળદ્રુપ જમીન, અબોલ જીવો સાથે પર્યાવવરણ અને આજુબાજુના લોકોના આરોગ્ય પણ કાયમી જોખમાય એમ હોવાથી આજુબાજુના તમામ ગ્રામજનો પ્લાન્ટ નહીં થવા દેવા માટે કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે હવે જવાબદાર તંત્રવાહકો કંપનીની તરફેણ કરે છે કે હજારો લોકોનો વિરોધ જોઈ મંજૂરી રદ કરે છે એની સામે સમગ્ર વિસ્તારના લોકોની નજર મંડાયેલી છે સોલડીના સરપંચ દીપકભાઈ પટેલ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે જણાવેલ કે સોલડી સહિત આજુબાજુના ગામોના હજારો લોકોના આરોગ્ય અને ખેતીવાડીની જમીન સામે ખતરો મંડરાયો હોવાથી ભાજપ-કોંગ્રેસ છોડી કોઈપણ ભોગે પ્લાન્ટ નહીં થવા દેવા લડત શરૂ કરી છે.