BHUJGUJARATKUTCH

આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશ.

ટુ-વ્હીલર, LVM કાર અને ટ્રાન્સપોર્ટ અને સ્પેશિયલ કન્સ્ટ્રક્શનના વાહનોમાં પસંદગીના નંબર મેળવવા ૧૭ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

  • રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૫ ઓગસ્ટ : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો,‌ થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ/કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૫/૦૮/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૮/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૭/૦૮/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૦૮/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://vahan.parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.

Back to top button
error: Content is protected !!