BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તા.ની 143, શાળાઓમાં 13046 બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો

1 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા ના 111 ગામ ની 96 પ્રા.શાળાઓ, 47 માધ્યમીક શાળાઓ કુલ 143 શાળાઓ માં તા. 26,27,28
જુન 2025 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માં અંદાજે 13046 બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટીડીઓ રમેશભાઈ ચૌધરી ટી.પી.ઓ. ભરતભાઈ ચૌધરી, બી.આર.સી. કો ઓડીનેટર ડૉ માંઘજીભાઈ ચૌધરી,બીટ કે.ની. નિલેશભાઈ પ્રજાપતિ, તમામ સી.આર.સી. આચાર્યો, શિક્ષકો, અધિકારીઓ, પદાધિકારીઓ, વાલીઓ ના સંકલન થી વડગામ તાલુકા ના તમામ ગામોમાં ધામધૂમથી, હર્ષ, ઉલ્લાસ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





