DHROLGUJARATJODIYA

DHROL :ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ મંજુર કરાવામાં આવ્યો

 

DHROL :ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ મંજુર કરાવામાં આવ્યો

ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ બનાવવા માટે રાજપરનાં પૂર્વ સરપંચ વિરુભા અને ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનાં પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વાર મંજુર કરાવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજપર સુમરા પીપરટોડા વિગેરે ગામોને ચોમાસામાં નદીમાં પુર આવતા રસ્તો બંધ થઇ જતા પડતી હાલાકી દુર થશે. આથી વિસ્તારનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર સુમરાને જોડતા માર્ગ પર આવેલ કોજવેમાં ચોમાસાની સીઝનમાં નદીમાં પુર આવતા આ ગામોનો વાહનવ્યવહાર બંધ થઇ જતો હતો. આ બાબતે રાજપરનાં પૂર્વ સરપંચ અને સરપંચ સંગઠનનાં પ્રમુખ વિરુભા જાડેજાએ ૨૦૨૧માં કોજવે પર પુલ બનાવવા રજુઆત કરેલી હતી. એ સંદર્ભે ૭૬-કાલાવડનાં ધારાસભ્ય મેધજીભાઇ ચાવડાએ આ કોજવે પર પુલ બનાવવા સરકારમાં રજુઆતો કરી હતી. અંતે ગુજરાત સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા અને પૂર્વ સરપંચ વિરુભાની રજુઆતોને ધ્યાને લઇ ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ બનાવવા મંજુરી આપી છે. આ પુલ બની જતા ચોમાસામાં પુર આવતા રસ્તો બંધ થઇ જવાથી પડતી લોકોની હાલાકી દુર થશે આથી આ રોડ ઉપર આવતા ગામોનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!