GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદના જુના દેવળીયા ગામે દુકાનમાંથી વિદેશી દારૂની નાની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
HALVAD- હળવદના જુના દેવળીયા ગામે દુકાનમાંથી વિદેશી દારૂની નાની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે જુના દેવળીયા ગામના પાટીયા પાસે આવેલ કલ્પેશભાઈ અઘારા પોતાની ‘જય અંબે મોટર સાયકલ ગેરેજ નામની દુકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને અનુસંધાને તુરંત હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત દુકાનમાં રેઇડ કરતા, દુકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૭ નંગ બોટલ કિ.રૂ.૭૦૦/- મળી અવવી હતી. આ સાથે આરોપી કલ્પેશભાઈ જયંતીભાઈ અઘારા ઉવ.૩૫ ધંધો-ખેતી રહે. જુના દેવળીયા તા. હળવદ વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.