
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૫ ડિસેમ્બર : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૮ ડિસેમ્બરના રોજ નલિયા ખાતે સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાકે અને ૧૯ ડિસેમ્બરના રોજ નખત્રાણા ખાતે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ કલાકે તથા દયાપરમાં બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન તથા સી.પી.આઈની કામગીરી કરાશે. તેમજ ભુજ કચેરીમાં પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


