GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મંદિરમાંથી દાનપેટી માંથી અજાણ્યો ચોર ઈસમ રોકડ રકમ ની ચોરી કરી રફુચક્કર

HALVAD:હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મંદિરમાંથી દાનપેટી માંથી અજાણ્યો ચોર ઈસમ રોકડ રકમ ની ચોરી કરી રફુચક્કર
હળવદ તાલુકાના સમલી ગામ આવેલ ચામુંડા માતાજીના મઢમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦ની ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી લુહાર વાળી શેરીમાં રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ ચીરોડીયા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના સમલી ગામે આવેલ ફરીયાદીના ચામુડા માતાજીના મઢની દિવાલમા ફીટ કરેલ દાનપેટી તોડી તેમાથી અંદાજીત રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.










