MORBI:મોરબીના હરીપર કેરાળા ગામ નજીક અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દિધો
MORBI:મોરબીના હરીપર કેરાળા ગામ નજીક અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દિધો
મોરબી તાલુકાના હરીપર કેરાળા નજીક આઇકોલક્ષ સિરામિક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવક ગત મોડીરાત્રે કોઈ કામથી ફેક્ટરી બહાર નીકળતા અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દિધો હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સીયારામ વિટ્રીફાઈડ પ્રા.લી.કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા કરનસિંહ પ્રથવીસિંહ નાયક (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇ ઓમપ્રકાશ બનજરાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કામ કરતા ધર્મેન્દ્રશીંગ લક્ષ્મણશીંગ ઉ.વ.૩૨ રહે. મસેલ્યા ગામ પોસ્ટ-રોઝોલી, તા.કિરાવલી જી.આગરા (ઉતરપ્રદેશ) હાલ રહે. આઇકોલક્ષ કારખાનાના લેબર કવાર્ટરમાં, હરિપર (કેરાળા) ગામની સીમ, તા.જી.મોરબી વાળો કોઇ કામ સબબ આઇકોલક્ષ કારખાનાની બહાર રસ્તા ઉપર ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા શખ્સે કોઇપણ કરણોસર ધર્મેન્દ્રશીંગને શરીરે પેટના તથા છાતીના તથા પડખાના ભાગે ચાકુના ત્રણેક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી યુવકની હત્યા કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.