MORBI:મોરબી મનપાની ANCD શાખા એ 2,379 પશુ પકડી પાંજરાપોળ માં મોકલ્યા

MORBI:મોરબી મનપાની ANCD શાખા એ 2,379 પશુ પકડી પાંજરાપોળ માં મોકલ્યા
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 28 જાન્યુઆરી 2026 સુધી 2,379 જેટલા મોરબી શહેરના વિવિધ વિસ્તારમાંથી રસ્તે રજડતા પશુને પકડીને આજુબાજુની પંજરપોળ અને ગૌશાળા માં મૂકવામાં આવ્યા છે. પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 184 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે 18 લોકોને ઘાસ વેચાણની પરમિટ આપી છે. મોરબી માં વસવાટ કરતાં 33 લોકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા અને પેટડોગ ના માલિકોને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 1453 પશુઓનું RFIID તથા TAGGING કરવામાં આવ્યું છે, આગામી સમયમાં મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખાની RFIID અને TAGGINGની કામગીરી યથાવત રહેશે, જેની સર્વે પશુ માલિકો એ નોંધ લેવી તેમ મોરબી મહાનગરપાલિકાની એક અખબારી યાદી માં જણાવ્યું છે.









